દીકરીનો મમ્મીને પત્ર

પ્રિય મમ્મી,

64 GB ની PEN DRIVE માં, થોડી જગ્યા ઓછી પડી નહિં તો, મારું આખું બાળપણ એક ફોલ્ડર માં નાંખી ને, અહીં સાસરે લઇ આવી હોત.

પણ,

મારું બાળપણ તો તારા ખોળા માં જ રહી ગયું. તારા ખોળામાં, હું માથું મૂકીને સુઈ જતી, એ સમય સોનાનો હતો. અને એટલે જ ,એ ચોરાઈ ગયો.

સોનાની વસ્તુઓ પહેલેથી જ હું સાચવી શકતી નથી. ગમે ત્યાં ખોવાઈ જાય છે. 

ઘરે હતી ત્યારે તો, તું મને શોધી આપતી. 

પણ,

સાસરે આવ્યા પછી,

મારી જાત જ મને મળતી નથી તો બીજી વસ્તુઓ તો ક્યાં થી મળે ?

તું રોજ સવારે મારા માથા ઉપર હાથ ફેરવીને મને ઉઠાડતી.

અને હવે મારે ALARM મુકવું પડે છે. 

આજે પણ રડવું આવે છે, ત્યારે તારી જૂની સાડીનો છેડો આંસુઓ સામે ધરી દઉં છું.

આંસુઓ ને તો મૂરખ બનાવી દઉં,

પણ, 

આંખો ને કેવી રીતે બનાવું ? આંખો પણ હવે, INTELLIGENT થઇ ગઈ છે.

મમ્મી,

જયારે પણ VEHICLE ચલાવું છું, ત્યારે પાછળ બેસીને હવે કોઈ મને સૂચના નથી આપતું કે 

ધીમે ચલાવ.

એવું કહેવા વાળું હવે કોઈ નથી. 
એટલે જ 

ફાસ્ટ ચલાવવાની મજા નથી આવતી.

મમ્મી,

મારા ઘરથી મારા સાસરા સુધી જતા રસ્તા માં, એક પણ U-TURN આવ્યો નહિ. નહિ તો, હું તને લેવા ચોક્કસ આવી હોત.

લગ્ન પછી ઘરથી સાસરા તરફ જતી વખતે, જે ગાડીમાં બેસી ને હું વિદાય પામી હતી, એ ગાડી ના ‘REAR-VIEW MIRROR’ માં લખેલું હતું કે ‘

OBJECTS IN THE MIRROR ARE CLOSER THAN THEY APPEAR’.

બસ,

એ જ અરીસા માં છેક સુધી મેં તારો ચેહરો જોયા કર્યો. 

મમ્મી, 

કેટલાક રસ્તાઓ ONE-WAY હોય છે. એવા રસ્તાઓ ઉપર હું આગળ નીકળી ગઈ છું. 

કોઈ ને મારું સરનામું પૂછવાનો અર્થ નથી કારણ કે મારી SURNAME અને સરનામું, બંને બદલાઈ ગયા છે.

પણ મમ્મી, 

એ રસ્તાઓ ઉપર WRONG SIDE માં DRIVE કરી ને પણ, તને મળવા હું ચોક્કસ આવીશ. 

કારણ કે , 

મારું DESTINATION તો તું જ છે, …..

મમ્મી, 

સાસરે આવ્યા પછી મારી દુનિયા બદલાઈ નથી.

કારણ કે, 

મારી દુનિયા તો તું છે.

લી :- મમ્મી ની દિકરી.

ઈન્ટરનેટ વગર વોટ્સએપમાં કરો ચેટીંગ

આજે વોટ્સએપ લોકોની મુખ્ય જરૂરિયાતની વસ્તુ છે. લોકો પોતાના દિવસની શરૂઆત ઉઠતાની સાથે વોટ્સએપ જોઈને કરે છે. કેટલાક લોકો તો માત્ર વોટ્સએપ અને અન્ય ચેટિંગ એપ માટે જ ડેટા પ્લાન કરાવતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઈન્ટરનેટ વિના વોટ્સએપ ચાલે તો કેવું સારું? જો તમે આવું વિચારતા હોય તો તમારી આ ઈચ્છા હવે પૂરી થઈ શકે છે. 

શું છે ચેટ સિમ કાર્ડ

હવે તમે ઈન્ટરનેટના ઉપયોગ વગર પણ વોટ્સએપનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ પ્રકારના ડેટા પેક વિના વોટ્સએપને ચલાવવા માટે તમારે કોઈપણ એપની પણ જરૂર નહીં પડે. બસ તમારે એક સિમ કાર્ડ ખરીદવું પડશે. આ સિમને ‘ચેટ સિમ’ કહે છે. ચેટ સિમ એક પ્રકારનું સિમ કાર્ડ છે જે તમને સરળતાથી વોટ્સએપ પર ચેટિંગ કરવામાં ઉપયોગી થાય છે. આ કાર્ડમાં કોલિંગ માટેની સુવિધા ઉપલબ્ધ નથી. 

દુનિયાના 150 દેશોમાં કરે છે કામ

આ કાર્ડ યુઝરને મેસેજિંગ એપ જેવી કે વોટ્સએપ, વી-ચેટ, મેસેન્જર અને હાઈક જેવા એપમાં ઈન્ટરનેટ કનેક્શન વિના ચેટ કરવાની સુવિધા આપે છે. આ સિમ કાર્ડ લગભગ 150 દેશોમાં કામ કરે છે અને તેના માટે કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ નથી આપવો પડતો. ચેટ સિમની કિંમત 10 યૂરો છે અને તે ભારતમાં પણ ઉપલબ્ધ છે. ભારતમાં એક ચેટ સિમ માટે તમારે લગભગ 900 રૂપિયા ચુકવવા પડે છે. (Source)

રૂપલ


લેખક: ચિંતન પટેલ

Owner of Shabdsarita

(Copyrights: © Matrubharti.com

(Click here to view source)

“પિતાજીને પેરેલીસીસ થઇ ગયો હોવાથી તે તદ્દન પથારીવશ થઇ ગયા છે. એટલે એમની સેવા ચાકરી કરવા જાઉં છું”. એમ કહી શ્વેતા એના પિયર ગઈ હતી. બે મહિના, ચાર મહિના, આઠ મહિના, અને આજે એક વર્ષ થઇ ગયું હતું. શ્વેતા હજુ આવી નથી. કે એનો કોઈ કોલ કે સંદેશ પણ આવ્યો નથી. જયંતનું આખું વર્ષ પત્ની વગરનું ગયું. બહેન સોનલ વિધવા હતી. એને ફરી લગ્ન કરવાની કોઈ ઈચ્છા હવે શેષ રહી નથી. એટલે એ હમેશ માટે જયંતની સાથે જ રહે છે. શ્વેતાને બદલે ઘરના બધા કામકાજ હવે સોનલ જ કરે છે. જયંત માધ્યમિક શાળામાં સરકારી શિક્ષકની નોકરી કરે છે. સાંજે પાચ વાગ્યે શાળા છૂટે ત્યારે એ ઘરે આવી બહેનને ઘરના નાના મોટા કામો જેવાકે શાકભાજી લેવા જવું, જુના પેપરની પસ્તી આપવા જવું, ઘંટીએ અનાજ આપવા- લેવા જવું, વગેરેમાં સહાયરૂપ થતો. અને અંતે રાત્રી ભોજન બાદ એકાદ ફિલ્મ જોઇને બંને સુઈ જતા. આ એમનો નિત્યક્રમ હતો.

આજે જયંત નોકરીએથી જરા મોડો ઘરે આવ્યો.સોનલે પૂછ્યું,- આજે કેમ મોડું થયું?

એ તો પરિક્ષા પૂરી થઇ એટલે જરા પેપર તપાસવાના હતા.- જયંતે કહ્યું.

હમણાં પરિક્ષા? હજુ તો જુલાઈ મહિનો ચાલે છે.

એ તો કા…….. કાચી ટેસ્ટ હતી. જયંત જરા ખંચાયો.

સોનલે વાત અટકાવી દીધી. અને સાંજનું ભોજન બનાવવા રસોડામાં ગઈ. જયંત આગળ ડ્રોઈંગરૂમમાં ખુરશી નાખી છાપું અને પૂર્તિઓ વાચવા બેઠો. બહારથી સ્લેબ ચણવાનાં મશીનનો અવાજ આવતો હતો. એટલે વાંચવામાં ચિત્ત લાગતું નહોતું. એણે ઉભા થઈને બારી ખોલી. બારી ખોલતા એ અવાજ સહેજ વધ્યો. એના ઓરડાની સામે વિશાળ ખુલ્લી જગ્યાનું મેદાન હતું. એમાં જબરજસ્ત મોટી હોટલનું બાંધકામ થતું હતું.

“એ હમણાં આવે એવું મને લાગતું નથી. મેનેજર સાહેબ તો કહેતા હતા કે થોડા દિવસમાં આવી જશે. પણ મને લાગે છે ત્યાં સુધી એને આવતા લગભગ હજી મહિનો નીકળી જશે” એમ વિચારી એણે બારી બંધ કરી. સાથે પેલા મશીનનો અવાજ પહેલા હતો એટલો ધીમો થયો.

બીજા દિવસે જયંત ફરી મોડો ઘરે આવ્યો. અને ધીમે ધીમે મોડા આવવું એ એનો નિત્યક્રમ બની ગયો. સોનલ પૂછતી કે કેમ મોડું થયું? તો કોઈ ને કોઈ બહાનું એની પાસે હાજર જ હોય. પ્રિન્સિપાલે બોલાવ્યો હતો, મીટીંગ હતી, હમણાં કામનો બહુ લોડ પડે છે. વગેરે વગેરે……….. સોનલને ભાઈ પર પુરેપુરો વિશ્વાસ હતો. પણ હમણાં હમણાં જયંત કઈક ખોટું કરી રહ્યો હોય એવું સોનલને લાગતું હતું. એટલામાં અચાનક ડોરબેલ રણક્યો.

ઓહ! રમેશકાકા, આવો. બેસો- જયંત બારણું ઉઘાડતાં બોલ્યો.

કેમ શું કામ પડ્યું?- સોનલે પૂછ્યું.

કામ તો કઈ નથી, એતો જરા નવરો હતો એટલે સમય પસાર કરવા આવ્યો. મને એમ કે આજે રવિવાર છે એટલે જયંત પણ ઘરે જ હશે તો થોડી વાતો થશે.- એમ બોલતા રમેશકાકા ખુરશી પર બેઠા.

રમેશકાકા જયંતના પડોશમાં રહેતા હતા. પત્ની મૃત્યુ પામી હતી. અને સંતાનો અમેરિકામાં સેટ થઇ ગયા હતા. એટલે કાકા ઘરમાં એકલા જ રહેતા. મિલકત પુષ્કળ એટલે એક નોકર રાખેલો. ખાવાનું બનાવવાથી માંડીને કપડા ધોવા, વાસણ માંજવા, ઘરની સાફસૂફી કરવી, બધું જ કામકાજ એ કરતો. ફરવા માટે મર્સીડીસ કાર અને ડ્રાઈવર હતા. બે માળનો બંગલો હતો. પણ બંગલામાં પોતે એકલા જ હતા. એમની સરખામણીએ જયંત માધ્યમ વર્ગનો હતો. જયંતને ખ્યાલ હતો ત્યાં સુધી રમેશકાકા એક સદગૃહસ્થ હતા.

શ્વેતા હજુ નથી આવી?- રમેશકાકાએ પૂછ્યું.

નાં. જયંત એટલું જ બોલ્યો.

કેમ છે એના ફાધરને? ફોનબોન આવ્યો કે નહિ?

નાં કોઈ દિવસ ફોન નથી આવ્યો. મેં ત્રણ ચાર વાર ફોન કરવાનો પ્રયત્ન કર્યો હતો. પણ ફોન લાગતો નહોતો.

કાકા ચા લેશો કે કોફી?- સોનલે પૂછ્યું.

નાં કશું નહિ જોઈએ તું બેસ શાંતિથી.

હોય વળી એવું થોડું ચાલે? ચા – નાસ્તો તો કરવા જ પડેને -એમ કહી સોનલ રસોડામાં ગઈ.

થોડીવારે એ ચા અને ગરમાગરમ બટાકાવડા લઈને આવી. ત્રણેય જાણે સાથે બેસીને ચા – નાસ્તો કર્યો. થોડી વાતો કરી. અને પછી રમેશકાકાએ વિદાય લીધી.

બીજા દિવસે જયંત રોજની માફક નોકરીએથી છૂટી એક હોટલમાં ગયો. ત્યાં એક છોકરી એની વાટ જોતી બેઠી હતી. એ એની બાજુમાં જઈને બેઠો. વેઈટરને બોલાવી ગ્રીલ સેન્ડવિચનો ઓર્ડર આપ્યો. અને બંને વાત કરવા લાગ્યા. થોડીવારમાં સેન્ડવીચ આવી ગઈ. એ ખાઈને બંને છુટા પડ્યા. અને જયંતને રોજની માફક ઘરે આવતા મોડું થયું. ઘરે આવ્યા પછી જયંતને રૂપલના જ વિચારો આવતા. જ્યારથી રૂપલની મુલાકાત થઇ ત્યારથી એને રૂપલ સિવાય બીજું કશું સૂઝતું જ નહોતું. એને રૂપલની રસોઈ સોનલ કે શ્વેતા કરતા પણ વધુ ભાવતી.

ઘણી વાર એકલો બેઠો હોય ત્યારે એ રૂપલના જ વિચારે ચઢી જતો. કેવી જડ છે એ! પ્રેમ-લાગણી જેવા ભાવો એનામાં નથી. પોતાની તો એને જાણે કશી પડી જ નથી. ઘણીવાર એ કંટાળી જતો તો રૂપલને મનોમન ગાળ પણ દેતો. કાયમ મારે જ જવાનું? આટલા દૂર સુધી રોજ મારે જ ધક્કા ખાવાના? એ ક્યારે અહી આવશે?……..

મેનેજર સાહેબ તો કહેતાં હતાં કે થોડા દિવસમાં આવી જશે. આજે પંદરથી વીસ દિવસ થવા આવ્યા છે, પણ મેનેજરના થોડા દિવસ હજુ પૂરા નથી થતા. હવે જલ્દી આવે તો સારું. એમ વિચારતા એણે ડ્રોઈંગરૂમની બારી ખોલી. અને બહાર નજર કરી તો પેલી જબરદસ્ત હૉટલનો સ્લેબ ચણાઇ ગયો હતો. હજી વાયરિંગ, રંગરોગાન અને ડેકોરેશન બાકી હતાં. હોટેલ મોટી હતી. ખાવા પીવાની સાથે રહેવાની સુવિધા પણ હતી. આટલી મોટી હોટલ અને આટલું બધુ કામ બાકી એટલે સમય તો લાગે જ. એણે બારી બંધ કરી. અને ટેબલના ખાનામાંથી એક ડાયરી કાઢી કંઇક લખવા માંડ્યો. એ એની રોજનીશી હતી.રૂપલ વિશેની બધી સાચી હકીકતો એ એમા લખતો. એ ડાયરી એના ખાનામાં જ પડી રહેતી. કોઈ એને વાચતું નહીં. એટલામાં ડોર બેલ વાગ્યો.

આવો રમેશકાકા, કેમ છો?- જયંત બારણું ખોલતા બોલ્યો.

બસ મજામાં.

કેમ આજે બહુ જલ્દી ફ્રી થઈ ગયા?

આમતો હું આખો દિવસ ફ્રી જ હૉઉં છું. પણ આજે જરા વાત કરવી હતી એટલે આવ્યો છું.

કઈ વાત?- જયંતે આશ્ચર્યથી પુછ્યું.

સોનલ ક્યાં છે? દેખાતી નથી ને!

એ તો શાકભાજી લેવા ગઇ છે. કેમ કઈ કામ હતુ?

ના બસ એતો એમ જ પુછ્યું.

કંઇ વાંધો નહીં તમે બેસો. હું જરા નાસ્તો લઇ આવું.- એમ કહીને જયંત નાસ્તો લેવા અંદર ગયો. રમેશકાકા ઓરડાનું નિરીક્ષણ કરતા બેઠા. ટેબલ પર એકાદ મેગેઝીન દેખાયું એનું ટાઇટલ વાંચ્યું. પણ પસંદ ન પડતા મુકી દીધું. ખાનામાં બીજા મેગેઝીન હશે એમ વિચારી એમણે ટેબલનું ખાનું ખોલ્યું. એમા રહેલી જયંતની ડાયરી એમની નજરે પડી. રૂપલની બધી હકીકત એમા લખેલી હતી એ બરાબર જાણી લીધી. જયંતના આવવાનો અવાજ સાંભળી એમણે ડાયરી મુકી દીધી. અને ખાનું બંધ કર્યું.

કેમ કંટાળો આવે છે?- જયંતે પુછ્યું.

ના આ ટેબલ પર મેગેઝીન પડયું હતું એ વાંચ્યું. માઈન્ડ ફ્રેશ થઈ ગયું.

લો આ વેફર્સ અને ચકરી ખાઓ. અને બોલો શું વાત કરવી હતી?

શ્વેતા પિયર શા માટે ગઇ છે?- રમેશકાકાએ ધીમેથી વાત કાઢી.

લો થયું. તમને ખબર તો છે. એના ફાધર બીમાર છે એટલે એની સેવા કરવા ગઇ છે.

પિતાજી બીમાર છે એટલે કે કોઈ…… ઝગડો-બગડો થયો હતો?

ના ના એવું કશું નથી. કેમ એમ પૂછો છો?- જયંત થોડો ગભરાયેલો દેખાયો.

ના એ તો એમજ. ખોટું તો નથી લાગ્યું ને?- રમેશકાકાએ પુછ્યું.

જયંત વિચારમાં પડી ગયો. રમેશકાકાનું છેલ્લું વાક્ય એના કાને પડયું નહીં. ભૂંસાઈ ગયેલા ભૂતકાળની આછી-પાતળી છબી એનાં માનસપટ પર તરી આવી. કશુંક ઝાંખું ઝાંખું એને દેખાયું. એણે વધું ઊંડે નજર નાંખી જોઇ.અને જાણે આંખો ખેંચીને જોવાનો પ્રયત્ન કરતો હોય એમ જોયું તો એક મકાનમાં આગ લાગી હોય અને એમાં પોતાની દિકરી બળી જતી હોય એવું એને દેખાયું. શ્વેતા બૂમો પાડી પાડીને એને બચાવવાનું કહેતી હતી. અને પોતે એને બચાવી ન શક્યો. એનું શ્વેતાને ઘણું દુઃખ થયું હતું. કદાચ આ કારણે પણ શ્વેતા પિયર ચાલી ગઇ હોય એમ બને. તે સિવાય શ્વેતાનું પિયર જવા પાછળનું અન્ય કારણ તો જયંત પોતે પણ જાણી શક્યો નથી.

જયંત ક્યાં ખોવાઇ ગયો?- રમેશ કાકાનો અવાજ જયંતનાં કાને પડ્યો.

બસ એ તો જરા સકૂલનું કામ યાદ આવી ગયુ.- જયંતે પ્રત્યુત્તર આપ્યો.

રમેશકાકાને લાગ્યું કે જયંત બોલવા માંગતો નથી. એટલે એ વાતને ત્યાં જ અટકાવી દઇ રૂપલની વાત શરુ કરી. રૂપલની બધી હકીકતો રમેશકાકા ડાયરી મારફતે જાણી ગયા હતાં. એટલે હવે વાત કરવામાં કોઈ સંકોચ નહોતો. એટલામાં સોનલ શાકભાજી લઇને આવી ગઇ. બારણું ખુલ્લું હતું એટલે અંદર આવી. ‘રૂપલ’ શબ્દ કાને પડયો એટલે શંકા જતા છુપાઈને વાત સાંભળવાનો એણે પ્રયત્ન કર્યો. વાત આગળ ચાલી.

રમેશ તને રોજ રોજ રૂપલને મળ્યા વગર ચાલતું નથી?

ના.

એવું તો શું છે એમાં? મને પણ કોઇક દિવસ લઇ જાને.

એમા લઇ શું જવાનું? પૈસા હોય તો કોઈથી પણ વીના સંકોચે જવાય. અને તમારી પાસે તો પૈસાની ક્યાં ખોટ છે? અને વળી પાછા એકલા છો, એટલે કોઈની રોક ટોક પણ નહીં.- જયંત હસતા હસતા બોલ્યો.

આ વાત સાંભળી સોનલ ગભરાઈ ગઇ. શ્વેતા ભાભીને હવે તો બોલાવવા જ પડશે. નહિતર જયંત રૂપલ જેવી બજરૂ ઔરતનાં ચક્કરમાં ફસાતો જ જશે. અને એની એને ટેવ પડી જશે તો એ ભાભી સાથે કદાચ બેવફાઈ પણ કરી બેસે. ભાભી બિચારા કેટલા સારાં છે! આ વાત જાણશે તો એના હૃદય પર શું વીતશે? ના એમ જાણ્યા મુક્યા વગર ભાઇ પર આરોપ ન મુકાય. પહેલા મારે પુરી વાત જાણવી પડશે. પણ જયંત અને રમેશકાકાની વાત ખોટી તો નહીં જ હોય શકે. મારે જાતે જ તપાસ કરવી પડશે. આવા ઘણા વિચારો સોનલનાં મગજને કોરી ખાવા લાગ્યા. એને રાત્રે ઉંઘ પણ ન આવી.

બીજા દિવસે પણ જયંતની સ્કુલ છુટી ગઇ હોવા છતા જયંત હજુ સુધી દેખાતો નહોતો. તેથી સોનલ રીક્ષા વાટે એની તપાસ કરવા નીકળી. રસ્તામાં જયંત પોતાની બાઇક પર જતો દેખાયો. સોનલે ડ્રાઇવરને રીક્ષા એની પાછળ લઇ જવા કહ્યું. જયંતે એક હોટેલ પાસે બાઇક થોભાવી. ત્યાં પેલી યુવતી આજે દેખાઈ નહીં. તેથી તેણે વેઈટરને બોલાવીને પુછ્યું- તેં તેજલને જોઇ?

ના. આજે કદાચ આવી જ નથી. મેં સવારથી એને જોઇ જ નથી.- વેઈટરે કહ્યું.

તેજલનું નામ સાંભળી સોનલ ડઘાઇ જ ગઇ. આ તેજલ વળી કોણ? પહેલા રૂપલ અને હવે તેજલ? રૂપલ વિશે જાણવા એ જયંતની પાછળ આવી હતી તે તો બાજુ પર રહ્યું અને આ તેજલનું નવું ભૂત એના મગજ પર સવાર થઈ ગયું. પણ એણે સ્વસ્થતા ટકાવી રાખી. જયંતે ખુરશી પર બેસીને કોઇકને ફોન કર્યો. થોડીવારમાં એક રૂપકડી ઢીંગલી જેવી યુવતી આવી. અને ‘સોરી આજે જરા મોડું થયુ.’- કહીને જયંતની બાજુમાં બેઠી. જયંતે કોલડ્રીંકસનો ઓર્ડર આપ્યો. અને દરરોજની માફક બન્ને વાતે વળગ્યા. આ બધુ સોનલથી જોવાયું નહીં. એ સીધી રીક્ષા પકડી ઘરે આવી.

એણે તેજલને તો બરાબર ઓળખી લીધી હતી. એનો ચહેરો એના મગજમાં બરાબર ફિટ થઈ ગયો હતો. એણે ઘરે જઇને તરત જ શ્વેતા ભાભીને ફોન જોડ્યો. સદભાગ્યે સાત પ્રયત્ને ફોન લાગી ગયો. પણ ફોન પર સીધી જયંતની વાત કરવાનું એને યોગ્ય ન લાગ્યું. તેથી પોતે બીમાર છે અને ઘરનું કામકાજ થઈ શકે એમ નથી. એવું બહાનું કાઢીને સોનલે શ્વેતા ભાભીને તેડાવી લીધાં. પિતાજીને હવે સારું છે એટલે એ કાલે આવી જશે. એમ શ્વેતાએ સોનલને કહ્યું. સોનલને એમ હતું કે શ્વેતા ભાભી આવી જશે એટલે જયંત પાછો લાઇન પર આવી જશે.

થોડીવારમાં જયંત ઘરે આવ્યો. પોતે કશું જાણતી જ નથી એવો ઢોંગ કરતા સોનલે જયંતને આવતાની સાથે જ કહયું કે જયંતભાઇ શ્વેતાભાભીનો ફોન આવ્યો હતો. તેઓ કાલે જ અહી આવવાના છે. જયંતને નવાઈ લાગી કે આટલા દિવસથી નહીં ને કાલે અચાનક શ્વેતા કેમ આવવાની? જે હશે તે. આવે ત્યારે જોયું જાશે. એમ વિચારી જયંત ફરી એના ઓરડામાં ગયો. ઓરડામાં અંધારું હોવાને કારણે એણે ઉજાસ માટે બારી ખોલી. એના ઘરની સામે પેલી હોટલનું બધું બબાંધકામ પતી ગયુ હતું. ફક્ત ડેકોરેશન જ બાકી હતું. એવામાં બાજુના બંગલામાંથી રમેશકાકાએ બૂમ પાડી.-“કેમ જયંત આજે બહું ખુશ લાગે છે? હોટલ બની ગઇ એટલે કે શ્વેતા આવવાની એટલે?” જયંતે સાંભળ્યું ન સાંભળ્યું કરીને બારી બંધ કરી. એને આટલા વર્ષોમાં પહેલી વખત એવું લાગ્યું કે રમેશકાકા કાયમ જ પોતાની પંચાત કર્યા કરે છે. અને શ્વેતા આવવાની છે એ વાત એમને કોણે કરી હશે? કદાચ સોનલે કરી હશે. એમ વિચારી એણે મનને વાળ્યું. પણ એ વધું સમય ધીરજ રાખી શક્યો નહીં. અંતે બીજા દિવસે એણે સોનલને પૂછી જ નાખ્યું કે તેં રમેશકાકાને શ્વેતા વિશે વાત કરી હતી? સોનલે કહ્યું નાં મેં નથી કરી. છોડો ને જયંતભાઇ તમને ખબર તો છે કે રમેશકાકાને પંચાત કરવાની આદત છે. તેઓ એકલા છે અને હરતા ફરતા કેમેરા જેવા છે. એટલે આખા ગામની પંચાત કર્યા કરે છે. તમે પણ ક્યાં એમની વાતમાં આવી ગયા? એવું કહી સોનલ પાછી કામે વળગી.

જયંતે વિચાર પડતો મુક્યો. ત્રણ ચક્રો વાળા યંત્રને જયંત ફેરવતો હતો. સવાર-બપોર-સાંજનું ચક્ર, ઘડિયાળનાં કાંટાનું ચક્ર, અને સોનલ-રૂપલ-તેજલ-શ્વેતાનું ચક્ર. ત્રણમાંથી એકેય ચક્રને કે ચક્રનાં એકેય દાતિયાને અન્યાય ન થાય એ રીતે જયંત યંત્ર ફેરવતો હતો. પૂરી ઈમાનદારી પૂર્વક.

બીજે દિવસે સવારની પહોરમાં જ કોઇએ બારણું ખખડાવ્યુ. “આ રમેશકાકા પણ સવાર સવારમાં ક્યાં નવરા પડી ગયા?” કહેતાં સોનલે બારણું ખોલ્યું.

શ્વેતાભાભી!- સોનલ ખુશ ખુશાલ થઈ ગઇ. પણ બીજી જ ક્ષણે શ્વેતાની સાથે આવેલી બીજી યુવતીને જોઇ સોનલની ખુશી બાષ્પીભવન થઈ ગઇ. સોનલ કાંઇ પણ બોલે એ પહેલા જ શ્વેતાએ એને સમજાવવા માંડ્યું. “સોનલ, સાંભળ આ મારી દિકરી છે તેજલ. આપણાં જુના ઘરમાં લાગેલી આગ માંથી રમેશકાકાએ એને બચાવી લીધી હતી. ફક્ત મોં ઉપર થોડું દાઝી ગઇ હોવાથી પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. તેથી ચહેરો બદલાઇ ગયો  છે. એ પ્લાસ્ટિક સર્જરી કરવા જેટલી આપણી આર્થિક સ્થિતી નહોતી. એટ્લે એનો બધો ખર્ચ રમેશકાકાએ જ પૂરો પાડ્યો હતો. બિચારા ભલા આદમી છે. તમે બીમાર છો એટલે આ તેજલને હું તમારી મદદ માટે અહિં મુકી જાઉં છું. હવેથી એ તમારી સાથે જ રહેશે. મારા પિતાજીને ગઇ કાલે જ પાછો હાર્ટ એટેક આવ્યો હતો. એને ઇસ્પિતાલમાં દાખલ કર્યા છે. અને મારે ત્યાં જ રહેવું પડે એમ છે. તેથી મારાથી અહી રોકાઈ શકાશે નહીં. બની શકે તો મને માફ કરજે. મારી પાસે સમય બહું ઓછો છે. તેથી હું હવે જાઉં છું. કહીને શ્વેતા ત્યાંથી તુરંત જ અલોપ થઈ  ગઇ.

ગઇ કાલની સાંજની તેજલ સાથેની હોટલમાં થયેલી મુલાકાત વખતે તેજલે જયંતને કહ્યું હતું કે “હું કાલે મમ્મી સાથે ઘરે આવવાની છું.” એટલે જયંત આજે નોકરીએથી વહેલો ઘરે આવી ગયો. એણે ડોરબેલ વગાડ્યો તો બારણું ખોલવા સોનલના બદલે તેજલ આવી. જયંતની ખુશીનો પાર રહ્યો નહીં. પોતાની દિકરી આજે પોતાની સાથે હતી. એનો એને આનંદ હતો. પણ સોનલથી રહેવાતું નહોતું. એને હજુ પેલી રૂપલ વાળી વાત પરેશાન કરતી હતી. તેજલ અંદર ગઇ એટલે હિંમત કરીને આ વખતે સોનલે જયંતને સીધું જ પૂછી નાખ્યુ કે જયંતભાઇ આ રૂપલ કોણ છે? જયંત જવાબ આપવા જતો જ હતો  ત્યાં એકાએક મોબાઇલની રિંગ આવી.

હલ્લો, કેમ છો મેનેજર સાહેબ, તમારું કામકાજ કેટલેક આવ્યું?- જયંત ફોન ઉપાડતા બોલ્યો.

મારું કામકાજ પતી ગયું છે. એ કહેવા જ ફોન કાર્યો છે.

શું વાત કરો છો સાહેબ! આખરે તમારાં થોડા દિવસ પૂરા થયાં ખરાં. ખરેખર રૂપલ આવી ગઇ? એ સફાળૉ ઉભો થયો અને બારી ખોલી. સામેની હૉટલનું બાંધકામ પુર્ણ થઈ ગયું હતું. ઉદ્દઘાટન પણ થઈ ગયું હતું. હોટલ શરું થઈ ગઇ હતી. પેલો વેઈટર જે એને રોજ મળતો હતો એ પણ કામે લાગી ગયો હતો. એનાં હરખનો પાર રહ્યો નહીં. પરંતુ-

તમે હજુ મારા પ્રશ્નનો જવાબ આપ્યો નથી. સોનલ ગુસ્સાથી તાડૂકી. જયંતે સોનલને પાસે બોલાવી. અને હોટલનાં નામની તકતી તરફ આંગળી ચીંધીને બતાવ્યું. તકતી ઉપર મોટા અક્ષરે લખ્યું હતું.- “રૂપલ હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસ.” સોનલ હસી પડી. એનો ગુસ્સો પીગળી ગયો. એ દિવસ બધાને માટે ખુશીનો દિવસ બની રહ્યો. બધા પ્રોબ્લેમ સોલ થઈ ગયા હતાં. એની ખુશીમાં ત્રણેય જણાએ રાત્રે નવ થી બારના શો માં ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું.તેઓ તૈયાર થઈ ઘરની બહાર નીકળતા હતાં એવામાં એક કાળી બિલાડી જયંતને આડી ઉતરી. જયંત થોડો અટકી ગયો. પણ સોનલે તેની મજાક કરતા કહ્યું કે તમે પણ જયંતભાઇ આવી અંધશ્રદ્ધામાં ક્યારથી વિશ્વાસ કરવા લાગ્યા? જયંત પણ હસીને ચાલવા માંડ્યો.

ફિલ્મ પુરી કરીને મધરાતે એક વાગ્યે તેઓ ઘરે પહોંચ્યા. એમણે જોયું તો કોલોનીમાં બધા ઘસઘસાટ ઊંઘતા હતાં. આજે સ્ટ્રીટ લાઈટમાં કોઇક પ્રોબ્લેમ હશે એટલે એ પણ બંધ હતી. આખી કોલોનીમાં ઘોર અંધારું અને શાંતિ હતું. ફક્ત રમેશકાકાના બંગલાનાં ઉપરના માળ પર લાઈટ ચાલું હતી. એનું અજવાળું નીચે સુધી આવતું હતું. અંદરથી બે જણાનો હસવાનો અને વાતચીત કરવાનો ઝીણો અવાજ આવતો હતો. બન્ને અવાજ જયંતનાં પરિચિત હતાં. એમાંથી એક રમેશકાકાનો અને બીજો કોઈ સ્ત્રીનો હતો. પણ રમેશકાકા તો એકલા જ રહેતાં હતાં તો પછી આ સ્ત્રી કોણ હશે? એમ વિચારી જયંતે જરા ધારીને જોવાનો પ્રયત્ન કર્યો. બારી બંધ હોવાને કારણે કશું દેખાયું નહીં. પરંતુ બારીના કાચમાંથી બે ઝાંખા પડછાયા દેખાયા. જયંત વિશ્વાસ નહોતો કરી શક્તો. કેમકે એમાંનો એક પડછાયો રમેશકાકાનો અને બીજો પોતાની પત્ની શ્વેતાનો હતો. એ જોઈને જયંત અવાક્ થઈ ગયો. એને પેલી કાળી બિલાડી યાદ આવી. સોનલ પણ દંગ રહી ગઈ. તેજલની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. પોતાની માં આવી હશે એવું એણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું. સોનલનો શક અવળી દિશામાં ફંટાઈ ગયો. અને જયંત હવે ધીમે ધીમે ખરેખર રૂપલની ચુંગલમાં ફસાઈ ગયો. ક્યારેય છટકી ન શકે એ રીતે…………

​ડિજીટલ દગો

Written by – Yagnesh Choksi (ychoksi@gmail.com)

અરે! વર્ષા શું ગાંડા જેવી વાત કરે છે? હું તનેજ પ્રેમ કરું છું અને તારા સિવાય મારા જીવન માં બીજું કોઈ નથી. “મને તારા પર વિશ્વાસ નથી”.. હવે હું પહેલા જેટલી રૂપાળી નથી!.. ઉમર થઇ ગઈ. શરીર વધી ગયું એટલે હવે તને ક્યાંથી ગમું. અરે! વર્ષા તું શું વાત કરે છે. હું પહેલા પણ તનેજ પ્રેમ કરતો હતો અને આજે પણ તનેજ પ્રેમ કરું છું અને હંમેશા તનેજ પ્રેમ કરતો રહીશ. તારા સિવાય મારા જીવન માં બીજું કોઈ નથી. આ ઝગડો વર્ષા અને સોહમ વચ્ચે થઇ રહ્યો હતો. વર્ષા અને સોહમ ના લગ્ન એમના પરિવારવાળા એ બંને ની સહમતી થી સાત વર્ષ પહેલા કર્યા હતા. વર્ષા નાના ગામડાની હતી અને લગ્ન બાદ એ શહેર માં આવી હતી. સોહમ શહેર માં એક એમ.એન.સી માં નોકરી કરતો હતો.વર્ષા દેખાવ માં ખુબ જ સુંદર હતી સોહમ તો એને જોઈનેજ પાણી પાણી થઇ ગયો હતો. અને એની સાથે લગ્ન ની ઉતાવળ કરવા લાગ્યો હતો.

વર્ષા ને પણ સોહમ પસંદ હતો.સારો એવો પગાર શહેર ના પોશ વિસ્તારમાં બંગલો અને સુખી સંમ્પન પરિવાર અને સોહમ ના પિતા એની જ્ઞાતિ માં એક ઊંચું સ્થાન ધરાવતા હતા એટલે બંને પરિવાર એક બીજા ને સંબંધ માં બાંધવા માટે આતુર હતા.લગ્ન બાદ સોહમ અને વર્ષા ઘણી જગ્યા પર ફરવા ગયા. બંને એક બીજા ને ધીમે ધીમે ખુબ પ્રેમ કરવા લાગ્યા. પરંતુ, અમુક બાબત માં બંને ના મત અલગ હતા.સોહમ વર્ષા ને જીન્સ પહેરવા કહે તો વર્ષા ના પાડે એને જીન્સ જેવી વસ્તુ પસંદ નહતી એ ડ્રેસ અને સાડી જ પહેરતી.
સોહમ ને ગરબા રમવાનો ખુબ શોખ જયારે વર્ષા ને સોર બકોર અને વધુ ભીડ ભાળ વળી જગ્યા પર જવું પસંદ નહતું. સોહમ ને બહાર ફરવું, હોટલ માં જમવું વગેરે શોખ અને વર્ષા તો બસ એની કિતાબી દુનિયામાં ખોવાઈ જાય અને લગ્ન ના બે વર્ષ બાદ વર્ષા ગર્ભવતી થઇ અને એમના ત્યાં એક રાજકુમાર નો જન્મ થયો.આ બે વર્ષ દરમ્યાન વર્ષા અને સોહમ વચ્ચે શારીરિક રીતે અંતર વધી ગયું વર્ષા ને શારીરિક સહવાસ માંથી રુચિ ઓછી થઇ ગઈ.સોહમ એને ઘણી વાર મનાવતો પણ વર્ષા ને હવે એ પસંદ નહતું. સોહમ અને વર્ષા વચ્ચે હવે ઝગડાઓ દિવસે અને દિવસે વધી રહ્યા હતા.
દરેક નવરાતી માં સોહમ ઓફિસ થી વહેલો આવી અને એને લીધેલા નવા નવા ટ્રેડિશનલ કપડાં પહેરી અને ગરબા રમવા માટે જતો.વર્ષા ને ખબર હતી કે સોહમ ને ગરબા રમવા ખુબ ગમે છે પણ છેલ્લા બે વર્ષ થી એ અતિ ઉત્સાહિત જણાય છે એ એના વર્તન માં સાફ દેખાઈ રહ્યું છે. વર્ષા ઘણી વાર ચોરી છુપી થી એનો મોબાઈલ ચેક કરતી  મેસેજ, એનું કોલ રેકોર્ડ, અને ફોટો ગેલેરી અને વોટ્સ અપ્પ મેસેજીસ અને  આ બધી તપાસ છતાં એને સોહમ ના ફોન માં કઈ મળતું નહતું. સોહમ વર્ષા ને ઘણી વાર એનો મોબાઈલ ચેક કરતા જોઈ જતો અને બને વચ્ચે બોલા ચાલી થતી. સોહમ ઘણી વાર એને ટોકતો તારો આ શંકાશીલ સ્વભાવ બદલ. પણ વર્ષા ને સોહમ ના બદલેલા વર્તન અને એના વ્યવહારથી શંકા દિવસે ને દિવસે વધતી જતી હતી.
સોહમ નવરાત્રીના ચોથા નોરતે એ એને પસંદ નો ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને  પસંદ નું પરફ્યુમ લગાવી અને બહાર જવા માટે તૈયાર થયો. અને એને ગાડી ની ચાવી લીધી એ પાર્કિંગ માં પહોંચ્યો અને જોયું તો ગાડી માં પંચર હતી અને બીજી કાર એને પિતાજી લઈને ગયા હતા. એટલે સોહમ ફરી બંગલા માં ગયો અને એનું સિલ્વર કલર નું બુલેટ જે એને જીવથી પણ વહાલું હતું એની ચાવી લીધી અને શહેર થી દૂર આવેલા એવા એક પાર્ટી પ્લોટ માં જ્યાં ગરબા નું આયોજન હતું ત્યાં જવા માટે નીકળ્યો થોડો આગળ ગયો ત્યાં એને એના ફોન માં રિંગ  વાગી એને બુલેટ ને સાઈડ માં ઉભું રાખી અને ફોન માં નજર કરી તો ડિસ્પ્લે પર નામ હતું પરમજીત.. અને એ મલકાયો અને એને ફોન રિસીવ કરી અને બોલ્યો બોલ મારી જાન.. શું જાન? કેટલી વાર મને કેટલી રાહ જોવડાવીશ.. સોહમ બોલ્યો અરે હું આજે બાઈક પર આવું છું. કેમ બાઈક? ” કાર માં પંચર છે એટલે”  ઠીક છે જલદી આવ હું તારી રોજ ની જગ્યા પર રાહ જોવું છું.
અને એ ફરી બુલેટ ચલાવવા લાગ્યો અને મન માં વિચારતો હતો કે એ કેવો વર્ષા ને બેવકૂફ બનાવે છે પરમજીત એની પ્રેમિકા છે પણ એને વર્ષા ને એમ કીધું હતું કે પરમજીત એક પુરુષ છે અને એની ઓફિસ માં કામ કરે છે. પરમજીત નામ પણ એને કંફ્યુઝ કરે એવું હતું અને એ એનોજ ફાયદો લેતો હતો.પરમજીત અને સોહમ બંને એકજ ઓફિસ માં કામ કરે છે. પરમજીત છેલ્લા બે વર્ષથી સોહમ ની કંપની માં જોડાયેલી હતી અને એ સોહમ સાથે કામ કરતી હતી. કામ કરતા કરતા બંને વચ્ચે ની નજદીકી વધી ગઈ હતી અને ઓફિસ ની કેન્ટીન માં જન્મેલી મિત્રતા પરમજીત ના ઘરે એના બેડરૂમ સુધી પહોંચી ગઈ હતી. પરમજીત એકલી રહેતી હતી અને એનો પરિવાર બીજા રાજ્ય માં હતો. એટલે પરમજીત નું ઘર બંને ની મુલાકાત નું કાયમ માટે નું સ્થળ હતું.
સોહમ એમની દરરોજ ની મળવા ની જગ્યા પર પહોંચ્યો અને પરમજીત ને લઈને હાઇવે પર નીકળી ગયો એ ખુબ ઉતાવળ માં હતો એને આજે જલ્દી થી પાછા આવી અને પરમજીત સાથે અંગત ક્ષણો માણવી  હતી.એ બંને એ શહેર થી દૂર આવેલા પાર્ટી પ્લોટ માં ગરબા ગાયા. એ લોકો શહેર થી દૂર ના પાર્ટી પ્લોટ માં આવતા એટલે સોહમ ને કોઈ ઓળખીતું મળી ના જાય. ગરબા નો આનંદ માણી અને એ લોકો પરમજીત ના ઘર તરફ નીકળી ગયા એ દિવસે સોહમ અને પરમજીત એ બંને ના સહવાસ નો આનંદ લીધો અને પરમજીત બોલી તું ક્યારે વર્ષા ને છુડાછેડા આપવાનો છે. જલ્દી કર પ્લીસ. મારા ઘરે થી મારા લગ્ન ની પ્રેસર વધતું જાય છે, અને હંમેશ ની માફક સોહમએ આજે પણ એની વાત ટાળી દીધી.
એ રાત્રે એ સવાર ના ચાર વાગે ઘરે આવેલો ઘરે આવી અને ઊંઘી ગયો બીજા દિવસે રવિવાર હતો એટલે એ મોડા સુધી સુવાનો હતો એ વર્ષા પણ જાણતી હતી એવામાં ઘર ની બહાર પોલીસ ની ગાડી આવી અને એ બંગલા નો દરવાજો ખોલી અને અંદર આવી રહ્યા હતા ત્યાં વર્ષા ની નજર એમના પર પડી અને એ બહાર દોડી ને આવી અને હાંફતી હાંફતી પૂછવા લાગી શુ થયું સાહેબ તો એ બોલ્યા. મેડમ આ બંગલો જી.જે.એક……. સિલ્વર બુલેટ ના મલિક સોહમ નું ઘર છેને? હા સાહેબ.. લો મેડમ આ અને એમ કહી અને પોલીસ વાળા એ ખીચા માંથી એક કાગળ કાઠી અને વર્ષા ના હાથ માં આપ્યું અને બોલ્યા દંડ ભરી દેજો કોર્ટ માં. પહેલા તો વર્ષા ને સમજાયું નહિ.
એને હાથ માં રહેલા કાગળ તરફ નજર કરી એ મેમો હતો હેલ્મેટ નહતું પહેરું એના માટે પણ એ મેમો ડિજિટલ ઇન્ડિયા માં સી.સી ટીવી કેમેરા દ્વારા લેવામાં આવેલો હતો અને ફોટા માં સોહમ અને એની પાછળ એને ચોંટી ને બેઠેલી પરમજીત સ્પષ્ટ દેખાઈ રહી હતી. વર્ષા મેમો આપવા પોલીસ વાળા પર ભડકી અને બોલી આ સ્ત્રી નો પહેલા શોધો એ મારા પતિ સાથે શું કરે છે? પોલીસ વાળા તો મેમો આપવા આવેલ હતા અને એમને ના નવી મુસીબત નો સામનો કરવો પડ્યો. એ લોકો એને પોલીસ સ્ટેશન આવાની સલાહ આપી અને ત્યાંથી નીકળી ગયા અને એમની પાછળ પાછળ વર્ષા એના દીકરા ને લઈને નીકળી ગઈ. અને મેમો કાગળ પર ફોટા નીચે લખતી ગઈ તને તારી નવી માશુકા મુબારક….. (Source)

કુદરતની કરામત – બોધકથા

ડો.માર્ક વિખ્યાત કેન્સર સ્પેશીયાલીસ્ટ હતા. એકવાર એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે જઇ રહ્યા હતા. કોઇ ટેકનિકલ ક્ષતીને કારણે વિમાનને ઇમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું.*   *આ વિમાન હવે આગળની ઉડાન ભરી શકે તેમ નહોતું એટલે ડો. માર્કે રીસેપ્શન પર જઇને આગળની સફર માટે પુછપરછ કરી. રીસેપનીસ્ટે જણાવ્યુ કે આપને જે શહેરમાં જવું છે ત્યાં જવા માટેની ફ્લાઇટ હવે 12 કલાક પછી જ મળી શકે તેમ છે. જો આપને ઉતાવળ હોય તો આપ ટેક્સી ભાડા પર લઇને સેલ્ફ ડ્રાઇવીંગ કરીને જઇ શકો છો.

કોન્ફરન્સમાં પહોંચવું બહુ જ જરૂરી હતુ આથી ડો.માર્ક આ વિસ્તારથી સાવ અજાણ્યા હોવા છતા ટેકસી ભાડા પર લઇને નીકળી પડ્યા. જીપીએસ સીસ્ટમ પર તે શહેરમાં 4 કલાકમાં પહોંચી જવાશે એવો સંદેશો જોઇને ડો.માર્કને હાશકારો થયો. હજુ તો એકાદ કલાક પસાર થયો ત્યાં જોરદાર વરસાદ અને વાવાઝોડું શરૂ થયુ. જીપીએસ કામ કરતું બંધ થઇ ગયુ અને ડોકટર સાવ અજાણ્યા વિસ્તારમાં ફસાઇ ગયા. એમણે ધીમે ધીમે ગાડી ચલાવવાની ચાલુ જ રાખી.
લગભગ 5-6 કલાકના સતત ડ્રાઇવીંગ પછી પણ ક્યાં પહોંચ્યા એની કંઇ ખબર પડતી નહોતી. સાવ ઉજ્જડ વિસ્તાર હતો. એક નાનું મકાન દેખાયુ એટલે ડો.માર્ક ત્યાં પહોંચી ગયા. એ ખુબ થાકેલા હતા અને ભૂખ પણ ખુબ લાગી હતી. ઘરમાં જઇને જો કંઇ ખાવાનું હોય તો આપવા માટે ડો.માર્કે ઘરના માલીકને વિનંતી કરી. માલીક બહુ માયાળુ સ્વભાવના હતા એમણે તુંરત જ રસોઇ બનાવી અને નવા અજાણ્યા મહેમાનને જમવા માટે બોલાવ્યા.
ડો.માર્કની સાથે ઘરનો માલીક પણ જમવા માટે બેઠો. જમતા પહેલા એ ભગવાનને કંઇક પ્રાર્થના કરતો હતો. લગભગ 3-4 વખત પ્રાર્થના કરી એટલે ડો.માર્કેને થયુ કે આ માણસ કોઇ મુશ્કેલીમાં લાગે છે. ડો.માર્કે એ ઘરના માલીકને પુછ્યુ, ” આપ શું પ્રાર્થના કરી રહ્યા છો ? અને તમને એવુ લાગે છે કે ભગવાનને તમારી આ પ્રાર્થના સંભળાતી હશે ?
ઘરના માલીકે કહ્યુ, હું ઘણા સમયથી નિયમીત પ્રાર્થના કરુ છું. આજદિવસ સુધી તો ભગવાને મારી પ્રાર્થનાનો પ્રતિસાદ આપ્યો નથી પણ મને ભગવાન પર શ્રધ્ધા છે કે એ મારી પ્રાર્થના એકદિવસ જરૂર સાંભળશે.” ડો. માર્કે પુછ્યુ, ” પણ તમે પ્રાર્થના શું કરતા હતા ? ” ઘરના માલિકે ખુણામાં રહેલી એક પથારી બતાવીને કહ્યુ , ” આ મારો દિકરો છે એને કેન્સર છે અને આ એ પ્રકારનું કેન્સર છે જેની સારવાર માર્ક નામના કોઇ ડોકટર જ કરી શકે તેમ છે. એની પાસે જવાના કે સારવાર કરાવવાના મારી પાસે કોઇ પૈસા નથી આથી હું રોજ ભગવાનને પ્રાર્થના કરુ છું કે એ કોઇ મદદ કરે અને મારા દિકરાને રોગ મુકત કરે

ડો. માર્કની આંખો પહોળી થઇ ગઇ. ક્યાં જવા નીકળ્યા અને ક્યાં પહોંચી ગયા એ સમગ્ર ઘટના એના સ્મૃતિપટ પરથી પસાર થઇ અને એટલુ જ બોલ્યા, ખરેખર ભગવાન મહાન છે અને હદયથી થયેલી પ્રાર્થના સાંભળે જ છે.
આપણા જીવનમાં બનતી તમામ ઘટનાઓ માત્ર અકસ્માતો નથી હોતા દરેક ઘટનાઓમાં કુદરતની કોઇ કરામત હોય છે

​शरीर छोड़ने के बाद आत्मा का भटकना और दूसरे शरीर में प्रवेश करना – ओशो

(मैं मृत्यु सिखाता हूँ – प्रवचन – 5)

एक अंतिम प्रश्न और फिर हम ध्यान के लिए बैठेगें एक मित्र ने सुबह की चर्चा के बाद पूछा है कि क्या कुछ आत्माएं शरीर छोड़ने के बाद भटकती रह जाती हैं?
कुछ आत्माएं निश्चित ही शरीर छोड़ने के बाद एकदम से दूसरा शरीर ग्रहण नहीं कर पाती हैं। उसका कारण? उसका कारण है। और उसका कारण शायद आपने कभी न सोचा होगा कि यह कारण हो सकता है। दुनिया में अगर हम सारी आत्माओं को विभाजित करें, सारे व्यक्तित्वों को, तो वे तीन तरह के मालूम पड़ेंगे। एक तो अत्यंत निकृष्ट, अत्यंत हीन चित्त के लोग; एक अत्यंत उच्च, अत्यंत श्रेष्ठ, अत्यंत पवित्र किस्म के लोग; और फिर बीच की एक भीड़ जो दोनों का तालमेल है, जो बुरे और भले को मेल —मिलाकर चलती है। जैसे कि अगर डमरू हम देखें, तो डमरू दोनों तरफ चौड़ा है और बीच में पतला होता है। डमरू को उलटा कर लें। दोनों तरफ पतला और बीच में चौड़ा हो जाए तो हम दुनिया की स्थिति समझ लेंगे। दोनों तरफ छोर और बीच में मोटा—डमरू उलटा। इन छोरों पर थोड़ी—सी आत्माएं हैं।
निकृष्टतम आत्माओं को भी मुश्किल हो जाती है नया शरीर खोजने में और श्रेष्ठ आत्माओं को भी मुश्किल हो जाती है नया शरीर खोजने में। बीच की आत्माओं को जरा भी देर नहीं लगती। यहां, मरे नहीं, वहां, नई यात्रा शुरू हो गई। उसके कारण हैं। उसका कारण यह है कि साधारण, मीडियाकर मध्य की जो आत्माएं हैं, उनके योग्य गर्भ सदा उपलब्ध रहते हैं।

मैं आपको कहना चाहूंगा कि जैसे ही आदमी मरता है, मरते ही उसके सामने सैकड़ों लोग संभोग करते हुए, सैकड़ों जोड़े दिखाई पड़ते हैं, मरते ही। और जिस जोड़े के प्रति वह आकर्षित हो जाता है वहां, वह गर्भ में प्रवेश कर जाता है। लेकिन बहुत श्रेष्ठ आत्माएं साधारण गर्भ में प्रवेश नहीं कर सकतीं। उनके लिए असाधारण गर्भ की जरूरत है, जहॉं असाधारण संभावनाएं व्यक्तित्व की मिल सकें। तो श्रेष्ठ आत्माओं को रुक जाना पड़ता है। निकृष्ट आत्माओं को भी रुक जाना पडता है, क्योंकि उनके योग्य भी गर्भ नहीं मिलता। क्योंकि उनके योग्य मतलब अत्यंत अयोग्य गर्भ मिलना चाहिए वह भी साधारण नहीं।

श्रेष्ठ और निकृष्ट, दोनों को रुक जाना पड़ता है। साधारण जन एकदम जन्म ले लेता है, उसके लिए कोई कठिनाई नहीं है। उसके लिए निरंतर बाजार में गर्भ उपलब्ध हैं। वह तत्काल किसी गर्भ के प्रति आकर्षित हो जाता है।

सुबह मैंने बारदो की बात की थी। बारदो की प्रक्रिया में मरते हुए आदमी से यह भी कहा जाता है कि अभी तुझे सैकड़ों जोड़े भोग करते हुए, संभोग करते हुए दिखाई पड़ेंगे। तू जरा सोच कर, जरा रुक कर, जरा ठहर कर, गर्भ में प्रवेश करना। जल्दी मत करना, ठहर, थोड़ा ठहर! थोड़ा ठहर कर किसी गर्भ में जाना। एकदम मत चले जाना।

जैसे कोई आदमी बाजार में खरीदने गया है सामान। पहली दुकान पर ही प्रवेश कर जाता है। शो रूम में जो भी लटका हुआ दिखाई पड़ जाता है, वही आकर्षित कर लेता है। लेकिन बुद्धिमान ग्राहक दस दुकान भी देखता है। उलट—पुलट करता है, भाव—ताव करता है, खोज—बीन करता है, फिर निर्णय करता है। नासमझ जल्दी से पहले ही जो चीज उसकी आंख के सामने आ जाती है, वहीं चला जाता है।

तो बारदो की प्रक्रिया में मरते हुए आदमी से कहा जाता है कि सावधान! जल्दी मत करना। जल्दी मत करना। खोजना, सोचना, विचारना, जल्दी मत करना। क्योंकि सैकड़ों लोग निरंतर संभोग में रत हैँ। सैकड़ों जोड़े उसे स्पष्ट दिखाई पड़ते हैं। और जो जोड़ा उसे आकर्षित कर लेता है, और वही जोड़ा उसे आकर्षित करता है जो उसके योग्य गर्भ देने के लिए क्षमतावान होता है।

तो श्रेष्ठ और निकृष्ट आत्माएं रुक जाती हैं। उनको प्रतीक्षा करनी पड़ती है कि जब उनके योग्य गर्भ मिले। निकृष्ट आत्माओं को उतना निकृष्ट गर्भ दिखाई नहीं पड़ता, जहां, वे अपनी संभावनाएं पूरी कर सकें। श्रेष्ठ आत्मा को भी नहीं दिखाई पड़ता।

निकृष्ट आत्माएं जो रुक जाती हैं, उनको हम प्रेत कहते हैं। और श्रेष्ठ आत्माएं जो रुक जाती हैं, उनको हम देवता कहते हैं। देवता का अर्थ है, वे श्रेष्ठ आत्माएं जो रुक गईं। और प्रेत का अर्थ है, भूत का अर्थ है, वे आत्माएं जो निकृष्ट होने के कारण रुक गईं। साधारण जन के लिए निरंतर गर्भ उपलब्ध है। वह तत्काल मरा और प्रवेश कर जाता है। क्षण भर की भी देरी नहीं लगती। यहा समाप्त नहीं हुआ, और वहां, वह प्रवेश करने लगता है।

उन्होंने यह भी पूछा है कि ये जो आत्माएं रुक जाती हैं क्या वे किसी के शरीर में प्रवेश करके उसे परेशान भी कर सकती हैं?
इसकी भी संभावना है। क्योंकि वे आत्माएं, जिनको शरीर नहीं मिलता है, शरीर के बिना बहुत पीड़ित होने लगती हैं। निकृष्ट आत्माएं शरीर के बिना बहुत पीड़ित होने लगती हैं। श्रेष्ठ आत्माएं शरीर के बिना अत्यंत प्रफुल्लित हो जाती हैं। यह फर्क ध्यान में रखना चाहिए। क्योंकि श्रेष्ठ आत्मा शरीर को निरंतर ही किसी न किसी रूप में बंधन अनुभव करती है और चाहती है कि इतनी हलकी हो जाए कि शरीर का बोझ भी न रह जाए। अंततः वह शरीर से भी मुक्त हो जाना चाहती है, क्योंकि शरीर भी एक कारागृह मालूम होता है। अंततः उसे लगता है कि शरीर भी कुछ ऐसे काम करवा लेता है, जो न करने योग्य हैं। इसलिए वह शरीर के लिए बहुत मोहग्रस्त नहीं होता। निकृष्ट आत्मा शरीर के बिना एक क्षण भी नहीं जी सकती। क्योंकि उसका सारा रस, सारा सुख, शरीर से ही बंधा होता है।
शरीर के बिना कुछ आनंद लिये जा सकते हैं। जैसे समझें, एक विचारक है। तो विचारक का जो आनंद है, वह शरीर के बिना भी उपलब्ध हो जाता है। क्योंकि विचार का शरीर से कोई संबंध नहीं है। तो अगर एक विचारक की आत्मा भटक जाए, शरीर न मिले, तो उस आत्मा को शरीर लेने की कोई तीव्रता नहीं होती, क्योंकि विचार का आनंद तब भी लिया जा सकता है। लेकिन समझो कि एक भोजन करने में रस लेने वाला आदमी है, तो शरीर के बिना भोजन करने का रस असंभव है। तो उसके प्राण बड़े छटपटाने लगते हैं कि वह कैसे प्रवेश कर जाए। और उसके योग्य गर्भ न मिलता हो, तो वह किसी कमजोर आत्मा में—कमजोर आत्मा से मतलब है ऐसी आत्मा, जो अपने शरीर की मालिक नहीं है—उस शरीर में वह प्रवेश कर सकता है, किसी कमजोर आत्मा की भय की स्थिति में।

और ध्यान रहे, भय का एक बहुत गहरा अर्थ है। भय का अर्थ है जो सिकोड़ दे। जब आप भयभीत होते हैं, तब आप सिकुड़ जाते हैं। जब आप प्रफुल्लित होते हैं, तो आप फैल जाते हैं। जब कोई व्यक्ति भयभीत होता है, तो उसकी आत्मा सिकुड जाती है और उसके शरीर में बहुत जगह छूट जाती है, जहां, कोई दूसरी आत्मा प्रवेश कर सकती है। एक नहीं, बहुत आत्माएं भी एकदम से प्रवेश कर सकती हैं। इसलिए भय की स्थिति में कोई आत्मा किसी शरीर में प्रवेश कर सकती है। और करने का कुल कारण इतना होता है कि उसके जो रस हैं, वे शरीर से बंधे हैं। वह दूसरे के शरीर में प्रवेश करके रस लेने की कोशिश करती है। इसकी पूरी संभावना है, इसके पूरे तथ्य हैं, इसकी पूरी वास्तविकता है। इसका यह मतलब हुआ कि एक तो भयभीत व्यक्ति हमेशा खतरे में है। जो भयभीत है, उसे खतरा हो सकता है। क्योंकि वह सिकुड़ी हुई हालत में होता है। वह अपने मकान में, अपने घर के एक कमरे में रहता है, बाकी कमरे उसके खाली पड़े रहते हैं। बाकी कमरों में दूसरे लोग मेहमान बन सकते हैं।

कभी—कभी श्रेष्ठ आत्माएं भी शरीर में प्रवेश करती हैं, कभी—कभी। लेकिन उनका प्रवेश बहुत दूसरे कारणों से होता है। कुछ कृत्य हैं करुणा के, जो शरीर के बिना नहीं किए जा सकते। जैसे समझें कि एक घर में आग लगी है और कोई उस घर को आग से बचाने को नहीं जा रहा है। भीड़ बाहर घिरी खड़ी है, लेकिन किसी की हिम्मत नहीं होती कि आग में बढ़ जाए। और तब अचानक एक आदमी बढ़ जाता है और वह आदमी बाद में बताता है कि मुझे समझ में नहीं आया कि मैं किस ताकत के प्रभाव में बढ़ गया। मेरी तो हिम्मत न थी। वह बढ़ जाता है और आग बुझाने लगता है और आग बुझा लेता है। और किसी को बचा कर बाहर निकल आता है। और वह आदमी खुद कहता है कि ऐसा लगता है कि मेरे हाथ की बात नहीं है यह, किसी और ने मुझसे यह करवा लिया है। ऐसी किसी घडी में जहां, कि किसी शुभ कार्य के लिए आदमी हिम्मत न जुटा पाता हो, कोई श्रेष्ठ आत्मा भी प्रवेश कर सकती है। लेकिन ये घटनाएं कम होती हैं।

निकृष्ट आत्मा निरंतर शरीर के लिए आतुर रहती है। उसके सारे रस उनसे बंधे हैं। और यह बात भी ध्यान में रख लेनी चाहिए कि मध्य की आत्माओं के लिए कोई बाधा नहीं है, उनके लिए निरंतर गर्भ उपलब्ध हैं।

इसीलिए श्रेष्ठ आत्मायें कभी—कभी सैकड़ों वर्षों के बाद ही पैदा हो पाती हैं। और यह भी जानकर हैरानी होगी कि जब श्रेष्ठ आत्माएं पैदा होती हैं, तो करीब—करीब पूरी पृथ्वी पर श्रेष्ठ आत्माएं एक साथ पैदा हो जाती हैं। जैसे कि बुद्ध और महावीर भारत में पैदा हुए आज से पच्चीस सौ वर्ष पहले। बुद्ध, महावीर दोनों बिहार में पैदा हुए। और उसी समय बिहार में छह और अदभुत विचारक थे। उनका नाम शेष नहीं रह सका, क्योंकि उन्होंने कोई अनुयायी नहीं बनाए। और कोई कारण न था, वे बुद्ध और महावीर की ही हैसियत के लोग थे। लेकिन उन्होंने बड़े हिम्मत का प्रयोग किया। उन्होंने कोई अनुयायी नहीं बनाए। उनमें एक आदमी था प्रबुद्ध कात्यायन, एक आदमी था अजित केसकंबल, एक था संजय विलट्ठीपुत्र, एक था मक्सली गोशाल, और लोग थे। उस समय ठीक बिहार में एक साथ आठ आदमी एक ही प्रतिभा के, एक ही क्षमता के पैदा हो गए। और सिर्फ बिहार में, एक छोटे — से इलाके में सारी दुनिया के। ये आठों आत्माएं बहुत देर से प्रतीक्षारत थीं। और मौका मिल सका तो एकदम से भी मिल गया।

और अक्सर ऐसा होता है कि एक श्रृंखला होती है अच्छे की भी और बुरे की भी। उसी समय यूनान में सुकरात पैदा हुआ थोड़े समय के बाद, अरस्तू पैदा हुआ, प्लेटो पैदा हुआ। उसी समय चीन में कंक्यूशियस पैदा हुआ, लाओत्से पैदा हुआ, मेन्शियस पैदा हुआ, च्चांगत्से पैदा हुआ। उसी समय सारी दुनिया के कोने —कोने में कुछ अदभुत लोग एकदम से पैदा हुए। सारी पृथ्वी कुछ अदभुत लोगों से भर गई।

ऐसा प्रतीत होता है कि ये सारे लोग प्रतीक्षारत थे, प्रतीक्षारत थीं उनकी आत्माएं और एक मौका आया और गर्भ उपलब्ध हो सके। और जब गर्भ उपलब्ध होने का मौका आता है, तो बहुत से गर्भ एक साथ उपलब्ध हो जाते हैं। जैसे कि फूल खिलता है एक। फूल का मौसम आया है, एक फूल खिला और आप पाते हैं कि दूसरा खिला और तीसरा खिला। फूल प्रतीक्षा कर रहे थे और खिल गए। सुबह हुई, सूरज निकलने की प्रतीक्षा थी और कुछ फूल खिलने शुरू हुए। कलियां टूटी, इधर फूल खिला उधर फूल निकला। रात भर से फूल प्रतीक्षा कर रहे थे, सूरज निकला और फूल खिल गए।

ठीक ऐसा ही निकृष्ट आत्माओं के लिए भी होता है। जब पृथ्वी पर उनके लिए योग्य वातावरण मिलता है, तो एक साथ एक श्रृंखला में वे पैदा हो जाते हैं। जैसे हमारे इस युग में भी हिटलर और स्टैलिन और माओ जैसे लोग एकदम से पैदा हुए। एकदम से ऐसे खतरनाक लोग पैदा हुए, जिनको हजारों साल तक प्रतीक्षा करनी पड़ी होगी। क्योंकि स्टैलिन या हिटलर या माओ जैसे आदमियों को भी जल्दी पैदा नहीं किया जा सकता। अकेले स्टैलिन ने रूस में कोई साठ लाख लोगों की हत्या की—अकेले एक आदमी ने। और हिटलर ने —अकेले एक आदमी नें—कोई एक करोड़ लोगों की हत्या की।

हिटलर ने हत्या के ऐसे साधन ईजाद किए, जैसे पृथ्वी पर कभी किसी ने नहीं किए। हिटलर ने इतनी सामूहिक हत्या की, जैसी कभी किसी आदमी ने नहीं की। तैमूरलंग और चंगेजखां सब बचकाने सिद्ध हो गए। हिटलर ने गैस चेंबर्स बनाए। उसने कहा, एक—एक आदमी को मारना तो बहुत महंगा है। एक—एक आदमी को मारो, तो गोली बहुत महंगी पड़ती है। एक—एक आदमी को मारना महंगा है, एक—एक आदमी को कब्र में दफनाना महंगा है। एक—एक आदमी की लाश को उठाकर गांव के बाहर फेंकना बहुत महंगा है। तो कलेक्टिव मर्डर, सामूहिक हत्या कैसे की जाए! लेकिन सामूहिक हत्या भी करने के उपाय हैं। अभी अहमदाबाद में कर दी या कहीं और कर दी, लेकिन ये बहुत महंगे उपाय हैं। एक—एक आदमी को मारो, बहुत तकलीफ होती है, बहुत परेशानी होती है, और बहुत देर भी लगती है। ऐसे एक —एक को मारोगे, तो काम ही नहीं चल सकता। इधर एक मारो, उधर एक पैदा हो जाता है। ऐसे मारने से कोई फायदा नहीं होता।

हिटलर ने गैस चेंबर बनाए। एक—एक चेंबर में पांच—पांच हजार लोगों को इकट्ठा खड़ा करके बिजली का बटन दबाकर एकदम से वाष्पीभूत किया जा सकता है। बस, पांच हजार लोग खड़े किए, बटन दबा और वे गए। एकदम गए और इसके बाद हाल खाली। वे गैस बन गए। इतनी तेज चारों तरफ से बिजली गई कि वे गैस हो गए। न उनकी कब्र बनानी पड़ी, न उनको कहीं मार कर खून गिराना पड़ा।

खून—जून गिराने का हिटलर पर कोई नहीं लगा सकता जुर्म। अगर पुरानी किताबों से भगवान चलता होगा, तो हिटलर को बिलकुल निर्दोष पाएगा। उसने खून किसी का गिराया ही नहीं, किसी की छाती में उसने छुरा मारा नहीं, उसने ऐसी तरकीब निकाली जिसका कहीं वर्णन ही नहीं था। उसने बिलकुल नई तरकीब निकाली, गैस चेंबर। जिसमें आदमी को खड़ा करो, बिजली की गर्मी तेज करो, एकदम वाष्पीभूत हो जाए, एकदम हवा हो जाए, बात खतम हो गई। उस आदमी का फिर नामोल्लेख भी खोजना मुश्किल है, हड्डी खोजना भी मुश्किल है, उस आदमी की चमड़ी खोजना मुश्किल है। वह गया। पहली दफा हिटलर ने इस तरह आदमी उड़ाए जैसे पानी को गर्म करके भाप बनाया जाता है। पानी कहां, गया, पता लगाना मुश्किल है। ऐसे सब खो गए आदमी। ऐसे गैस चेंबर बनाकर उसने एक करोड़ आदमियों को अंदाजन गैस चेंबर में उड़ा दिया।

ऐसे आदमी को जल्दी गर्भ मिलना बड़ा मुश्किल है। और अच्छा ही है कि नहीं मिलता। नहीं तो बहुत कठिनाई हो जाए। अब हिटलर को बहुत प्रतीक्षा करनी पड़ेगी फिर। बहुत समय लग सकता है हिटलर को दोबारा वापस लौटने के लिए। बहुत कठिन है मामला। क्योंकि इतना निकृष्ट गर्भ अब फिर से उपलब्ध हो। और गर्भ उपलब्ध होने का मतलब क्या है? गर्भ उपलब्ध होने का मतलब है, मां और पिता, उस मां और पिता की लंबी श्रृंखला दुष्टता का पोषण कर रही है—लंबी श्रृंखला। एकाध जीवन में कोई आदमी इतनी दुष्टता पैदा नहीं कर सकता है कि उसका गर्भ हिटलर के योग्य हो जाए। एक आदमी कितनी दुष्टता करेगा? एक आदमी कितनी हत्याएं करेगा? हिटलर जैसा बेटा पैदा करने के लिए, हिटलर जैसा बेटा किसी को अपना मां—बाप चुने इसके लिए सैकड़ों, हजारों, लाखों वर्षों की लंबी कठोरता की परंपरा ही कारगर हो सकती है। यानी सैकड़ों, हजारों वर्ष तक कोई आदमी बूचड़खाने में काम करते ही रहे हों, तब नस्ल इस योग्य हो पाएगी, वीर्याणु इस योग्य हो पाएगा कि हिटलर जैसा बेटा उसे पसंद करे और उसमें प्रवेश करे।

ठीक वैसा ही भली आत्मा के लिए भी है। लेकिन सामान्य आत्मा के लिए कोई कठिनाई नहीं है। उसके लिए रोज गर्भ उपलब्ध हैं। क्योंकि उसकी इतनी भीड़ है और उसके लिए चारों तरफ इतने गर्भ तैयार हैं और उसकी कोई विशेष मांगें भी नहीं हैं। उसकी मांगें बड़ी साधारण हैं। वही खाने की, पीने की, पैसा कमाने की, काम— भोग की, इज्जत की, आदर की, पद की, मिनिस्टर हो जाने की, इस तरह की सामान्य इच्छाएं हैं। इस तरह की इच्छाओं वाला गर्भ कहीं भी मिल सकता है, क्योंकि इतनी साधारण कामनाएं हैं कि सभी की हैं। हर मां —बाप ऐसे बेटे को चुनाव के लिए अवसर दे सकता है। लेकिन अब किसी आदमी को एक करोड़ आदमी मारने हैं, किसी आदमी को ऐसी पवित्रता से जीना है कि उसके पैर का दबाव भी पृथ्वी पर न पड़े, और किसी आदमी को इतने प्रेम से जीना है कि उसका प्रेम भी किसी को कष्ट न दे पाए, उसका प्रेम भी किसी के लिए बोझिल न हो जाए, तो फिर ऐसी आत्माओं के लिए तो प्रतीक्षा करनी पड़ सकती है।

ખરાબ દિવસ- બોધકથા

​એક માણસનો દિવસ બહુ ખરાબ ગયો. તેણે રાત્રે ઈશ્વર જોડે ફરિયાદ માંડી.

માણસે કહ્યું, ‘ભગવાન, ગુસ્સે ન થાઓ તો એક પ્રશ્ન પૂછું?’

ભગવાને કહ્યું, ‘પૂછ, જે પૂછવું હોય એ પૂછ.’

માણસે કહ્યું, ‘ભગવાન, તેં આજે મારો આખો દિવસ એકદમ ખરાબ શું કામ કર્યો?’

ભગવાન હસ્યા. પૂછ્યું, ‘પણ શું થયું?’

માણસે કહ્યું, ‘સવારે અલાર્મ વાગ્યું નહીં, મને ઊઠવામાં મોડું થયું…’

ભગવાને કહ્યું, ‘અચ્છા પછી…’

માણસે કહ્યું, ‘પછી મોડું થતું હતું

એમાં સ્કૂટર બગડી ગયું. માંડ-માંડ રિક્ષા મળી.’

ભગવાને કહ્યું, ‘અચ્છા પછી…’

માણસે કહ્યું, ‘ટિફિન લઈ ગયો નહોતો, કૅન્ટીન બંધ હતી… એક સૅન્ડવિચ પર દિવસ કાઢ્યો. એ પણ ખરાબ હતી.’

ભગવાન માત્ર હસ્યા.

માણસે ફરિયાદ આગળ ચલાવી, ‘મને કામનો એક મહત્વનો ફોન આવ્યો હતો અને ફોન બંધ થઈ ગયો.’

ભગવાને પૂછ્યું, ‘અચ્છા પછી…’

માણસે કહ્યું, ‘વિચાર કર્યો કે જલદી ઘરે જઈ AC ચલાવીને સૂઈ જાઉં, પણ ઘરે પહોંચ્યો તો લાઇટ ગઈ હતી. ભગવાન, બધી તકલીફ મને જ. આવું કેમ કર્યું તેં મારી સાથે?’

ભગવાને કહ્યું, ‘જો, મારી વાત શાંતિથી સાંભળ. આજે તારી ઘાત હતી. મારા દેવદૂતને મોકલીને મેં એ અટકાવી. અલાર્મ વાગે જ નહીં એમ કર્યું. સ્કૂટરમાં ઍક્સિડન્ટ થવાનો ભય હતો એટલે સ્કૂટર મેં બગાડ્યું. કૅન્ટીનના ખાવાથી ફૂડ-પૉઇઝન થઈ જાત. ફોન પર મોટા કામની વાત કરનાર પેલો માણસ તને મોટા ગોટાળામાં ફસાવી દેત. એટલે ફોન બંધ થયો. તારા ઘરે સાંજે શૉર્ટ સર્કિટથી આગ લાગત અને તું ખ્ઘ્માં સૂતો હોત એટલે તને ખબર જ ન પડત. એટલે મેં લાઇટ જ બંધ કરી ! હું છુંને, તને બચાવવા જ મેં આ બધું કર્યું.’

માણસે કહ્યું, ‘ભગવાન, મારી ભૂલ થઈ. મને માફ કરો. આજ પછી ફરિયાદ નહીં કરું.’

ભગવાન બોલ્યા, ‘માફી માગવાની જરૂર નથી, પરંતુ વિશ્વાસ રાખ કે હું છું. હું જે કરીશ, જે યોજના બનાવીશ એ તારા સારા માટે જ હશે. જીવનમાં જે કંઈ સારું-ખરાબ થાય એની સાચી અસર લાંબા ગાળે સમજાશે. મારા કોઈ કાર્ય પર શંકા ન કર, શ્રદ્ધા રાખ. જીવનનો ભાર તારા માથે લઈને ફરવાને બદલે મારા ખભે મૂકી દે. હું છુંને.’